બાયર ફાર્મરાઇઝ એપ ઇન્સ્ટોલ કરો
કૃષિ નિષ્ણાત ઉકેલો માટે
નિયમો અને શરતો
વપરાશ અને લાભનો ત્યાગ
આ વેબસાઇટ પર પ્રકાશિત તમામ વિગતો, દસ્તાવેજો અને ચિત્રો એ બાયર ની એકમાત્ર માલિકી છે. આનો ઉપયોગ કરવાની કોઈપણ પરવાનગી એ શરતે આપવામાં આવે છે કે તમામ નકલો પર સંબંધિત કૉપિરાઇટ નોંધ પ્રદર્શિત કરવામાં આવે, આવી વિગતોનો ઉપયોગ માત્ર વ્યક્તિગત હેતુઓ માટે જ કરવામાં આવે, તેનો વ્યાવસાયિક રીતે ઉપયોગ કરવામાં ન આવે, વિગતોમાં કોઈપણ રીતે ફેરફાર કરવામાં ન આવે અને વેબસાઇટ પરથી મેળવેલા તમામ ચિત્રોનો ઉપયોગ માત્ર તેની સાથેના લખાણના સંદર્ભમાં જ કરવામાં આવે.
ટ્રેડમાર્ક્સ અને કોપીરાઈટ
આ વેબસાઇટ પરના તમામ ટ્રેડમાર્ક્સ એ બાયરની માલિકી છે, જ્યાં સુધી અન્યથા નોંધવામાં ન આવ્યું હોય અથવા અન્ય કોઈ રીતે તૃતીય પક્ષના અધિકારો તરીકે સમજી શકાય તેવા ન હોય. આ ટ્રેડમાર્ક્સ અથવા અન્ય સામગ્રીઓનો કોઈપણ અનધિકૃત ઉપયોગ સ્પષ્ટપણે પ્રતિબંધિત છે અને તે કૉપિરાઇટ, ટ્રેડમાર્ક કાયદા અથવા અન્ય ઔદ્યોગિક સંપત્તિ અધિકારોનું ઉલ્લંઘન ગણાશે.
મર્યાદિત જવાબદારી
આ વેબસાઇટ પર બાયર દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી આંતરિક અને બાહ્ય સ્ત્રોતોમાંથી મેળવેલી શ્રેષ્ઠ માહિતી અને માન્યતાના આધારે વ્યાવસાયિક ખંત સાથે સંકલિત કરવામાં આવી છે. અમે આ માહિતીની શ્રેણીને સતત વિસ્તૃત અને અપડેટ કરવાનો પ્રયાસ કરીએ છીએ. આ વેબસાઇટ પરની માહિતી માત્ર બાયર અને તેની પ્રોડક્ટ્સ તેમજ સેવાઓને પ્રસ્તુત કરવાના હેતુથી છે. જો કે, આ વેબસાઇટ પરની માહિતીની સંપૂર્ણતા અથવા સચોટતા માટે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, કોઈ રજૂઆત કે વોરંટી આપવામાં આવતી નથી. કૃપા કરીને ધ્યાનમાં રાખો કે આ માહિતી જોકે, પ્રકાશનના દિવસે તે સચોટ હતું, કદાચ હવે અપ-ટુ-ડેટ (નવીનતમ) ન પણ હોય. તેથી, અમે ભલામણ કરીએ છીએ કે આ વેબસાઇટ પરથી મેળવેલી કોઈપણ માહિતીનો કોઈપણ સ્વરૂપમાં ઉપયોગ કરતા પહેલાં તમે તેની ચકાસણી કરી લો. આ વેબસાઇટ પર આપવામાં આવેલી સલાહ તમને અમારી નવીનતમ સલાહ - ખાસ કરીને અમારી સેફ્ટી ડેટાશીટ્સ અને ટેકનિકલ વિશિષ્ટતાઓ - તેમજ અમારી પ્રોડક્ટ્સ તમારા ઇચ્છિત હેતુઓ અને પ્રક્રિયાઓ માટે યોગ્ય છે કે નહીં તે અંગેની તમારી પોતાની તપાસ કરવામાંથી મુક્તિ આપતી નથી. જો તમને અમારી પ્રોડક્ટ્સ અથવા સેવાઓ સંબંધિત કોઈ સલાહ અથવા સૂચનાઓની જરૂર હોય, તો કૃપા કરીને અમારો સીધો સંપર્ક કરો. આ વેબસાઇટના વપરાશકર્તાઓ જાહેર કરે છે કે તેઓ આ વેબસાઇટ અને તેની સામગ્રીનો ઉપયોગ પોતાના જોખમે કરવા માટે સંમત છે. બાયર કે આ આ વેબસાઇટના ઉત્પાદન અથવા પ્રસારણમાં સામેલ કોઈપણ વ્યક્તિ આ વેબસાઇટને ઍક્સેસ કરવાથી અથવા ઍક્સેસ ન કરવાથી, અથવા આ વેબસાઇટનો ઉપયોગ કરવાથી અથવા ઉપયોગ ન કરવાથી, અથવા આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પર આધાર રાખવાથી થતા કોઈપણ નુકસાન અથવા ઈજા માટે જવાબદાર રહેશે નહીં.
તૃતીય-પક્ષ વિક્રેતા/લિંક્સ ની વેબસાઇટ
આ વેબસાઇટ ત્રીજા પક્ષની વેબસાઇટ્સની લિંક્સ/સંદર્ભો ધરાવે છે. આવી લિંક્સ પ્રદાન કરીને, બાયર તેમની સામગ્રીને પોતાની મંજૂરી આપતું નથી. તેમજ બાયર આવી વેબસાઇટ્સની ઉપલબ્ધતા અથવા તેની સામગ્રી માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી, અથવા આવી સામગ્રીના કોઈપણ સ્વરૂપમાં ઉપયોગના પરિણામે થતા નુકસાન કે ઈજા માટે કોઈ જવાબદારી લેતું નથી. બાયર એવી કોઈ ગેરંટી આપતું નથી કે લિંક કરેલા પૃષ્ઠો (પેજ) સમાન ગુણવત્તાવાળી માહિતી પ્રદાન કરશે. અન્ય વેબસાઇટ્સની લિંક્સ વપરાશકર્તાઓને માત્ર તેમની સુવિધા ખાતર આપવામાં આવી છે. વપરાશકર્તાઓ આવી વેબસાઇટ્સનો ઉપયોગ પોતાના જોખમે કરે છે. લિંક્સની પસંદગી વપરાશકર્તાઓને કોઈપણ રીતે માત્ર તે લિંક કરેલા પેજ પૂરતા મર્યાદિત રાખવી જોઈએ નહીં.
તમારા દ્વારા પૂરી પાડવામાં આવેલી વિગતો
આ વેબસાઇટનો વપરાશકર્તા બાયર ને મોકલેલી વિગતોની સામગ્રી અને સચોટતા માટે તેમજ આવી વિગતો માં સામેલ હોઈ શકે તેવા કોઈપણ ત્રીજા પક્ષના અધિકારોના બિન-ઉલ્લંઘન માટે સંપૂર્ણપણે જવાબદાર છે. વપરાશકર્તા બાયર ને આવી વિગતો સંગ્રહિત કરવા અને તેનો ઉપયોગ આંકડાકીય વિશ્લેષણ ના હેતુ માટે અથવા અન્ય કોઈપણ નિર્દિષ્ટ વ્યવસાયિક હેતુ માટે કરવા માટે પોતાની સંમતિ આપે છે, સિવાય કે આ માહિતીમાં પર્સનલ વિગતો સામેલ હોય, જે માસ્ટર ડેટા અથવા યુઝેજ ડેટાથી પર હોય. વિશેષ રૂપે, બાયર આવા સંદેશાઓની સામગ્રી, જેમાં રહેલા વિચારો, શોધ , બ્લુપ્રિન્ટ્સ, તકનીકો અને નિપુણતા નો સમાવેશ થાય છે, તેનો ઉપયોગ કોઈપણ હેતુ માટે કરવા માટે હકદાર છે, જેમ કે પ્રોડક્ટ્સ અથવા સેવાઓનો વિકાસ, ઉત્પાદન અને/અથવા માર્કેટિંગ કરવા માટે, અને આવી માહિતીનું પુનઃઉત્પાદન કરવા તથા કોઈપણ મર્યાદા વિના તેને ત્રીજા પક્ષકારોને ઉપલબ્ધ કરાવવા માટે હકદાર છે.
આંતરરાષ્ટ્રીય વપરાશકર્તાઓ
આ વેબસાઇટ બાયર દ્વારા ભારતમાં તપાસવામાં, સંચાલિત કરવામાં અને અપડેટ કરવામાં આવે છે. તે આંતરરાષ્ટ્રીય ઉપયોગ માટે પણ બનાવાયેલી છે. જો કે, બાયર એવી કોઈ ગેરંટી આપતું નથી કે આ વેબસાઇટ પર પ્રસ્તુત વિગતો ભારત બહારના સ્થળોએ પણ સચોટ છે અને, ખાસ કરીને, પ્રોડક્ટ્સ અને સેવાઓ સમાન દેખાવમાં, સમાન સાઇઝમાં અથવા સમાન શરતો પર ઉપલબ્ધ થશે. જો તમે ભારત બહારના કોઈ સ્થળેથી આ વેબસાઇટ ખોલો છો અથવા ત્યાંથી સામગ્રી ડાઉનલોડ કરો છો, તો કૃપા કરીને નોંધો કે તે સ્થળે લાગુ પડતા સ્થાનિક કાયદાઓનું પાલન કરીને તમે કાર્ય કરો છો તેની ખાતરી કરવાની જવાબદારી તમારી પોતાની રહેશે.
યુએસએ માં વ્યવસાયનું સંચાલન બેયર કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. યુએસએ ના ગ્રાહકોને તે સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.
બાયર પ્રોડક્ટ્સનું વેચાણ
અમારી પ્રોડક્ટ્સનું વેચાણ અમારી વેચાણ અને ડિલિવરીની સામાન્ય શરતો ની વર્તમાન આવૃત્તિ અનુસાર કરવામાં આવે છે.
સાઇટનો ઉપયોગ કરવાના અધિકારો
કૃપા કરીને નોંધો કે તમે તમારા એક્સેસ રાઇટ્સને અનધિકૃત ત્રીજા પક્ષના ઉપયોગથી સુરક્ષિત રાખવા માટે બંધાયેલા છો અને તમારે એ સુનિશ્ચિત કરવું જ પડશે કે તમારી પરવાનગી વિના અન્ય લોકો તેનો ઉપયોગ ન કરી શકે. જો તમને જાણ થાય કે બાયર વેબસાઇટ પર ઉપલબ્ધ કોઈપણ વિગતોના સંબંધમાં સુરક્ષાનું ઉલ્લંઘન થયું છે, અથવા જો અનધિકૃત વ્યક્તિઓએ તમારા એક્સેસ રાઇટ્સ મેળવી લીધા છે, અથવા જો તમને એવા કોઈ સંકેતો મળ્યા છે કે આવો એક્સેસ શક્ય બની શકે છે, તો તમારે તરત જ બાયર ને જાણ કરવી પડશે.
લાગુ કાયદો
આ વેબસાઇટ અથવા તેના ઉપયોગ સાથે જોડાયેલા કોઈપણ કાનૂની દાવાઓ અથવા મુકદ્દમા ભારતના કાયદાઓના અર્થઘટનને આધીન છે, સિવાય કે 1 જુલાઈ, 1964 ના આંતરરાષ્ટ્રીય માલના વેચાણ પર સમાન કાયદા સંબંધિત આંતરરાષ્ટ્રીય ખાનગી કાયદા અને હેગ સંમેલનની જોગવાઈઓ અને 11 એપ્રિલ, 1980 ના યુએન વેચાણ સંમેલનમાં.
લાગુ પડતો કાયદો
આ વેબસાઇટ અથવા તેના ઉપયોગથી ઉદ્ભવતા અથવા તેનાથી સંબંધિત કોઈપણ કાનૂની દાવા અથવા મુકદ્દમા ભારતના કાયદા દ્વારા સંચાલિત થશે, સિવાય કે આંતરરાષ્ટ્રીય ખાનગી કાયદા અને 1 જુલાઈ, 1964 ના હેગ સંમેલનની જોગવાઈઓ અને 11 એપ્રિલ, 1980 ના સંયુક્ત રાષ્ટ્ર વેચાણ સંમેલનની જોગવાઈઓ.(માલના આંતરરાષ્ટ્રીય વેચાણ પરના સમાન કાયદા સંબંધિત)
ભવિષ્યલક્ષી નિવેદનો
આ વેબસાઇટ બાયર (Bayer) મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલી વર્તમાન ધારણાઓ અને અંદાજો પર આધારિત ભવિષ્યલક્ષી નિવેદનો ધરાવી શકે છે. વિવિધ જાણીતા અને અજ્ઞાત જોખમો, અનિશ્ચિતતાઓ અને અન્ય પરિબળો કંપનીના વાસ્તવિક ભવિષ્યના પરિણામો, નાણાકીય સ્થિતિ, વિકાસ અથવા કામગીરી અને અહીં આપવામાં આવેલા અંદાજો વચ્ચે નોંધપાત્ર તફાવત તરફ દોરી શકે છે. આ પરિબળોમાં બાયરના જાહેર અહેવાલોમાં ચર્ચા કરાયેલા પરિબળોનો સમાવેશ થાય છે જે બાયરની વેબસાઇટ http://www.bayer.in/ પર ઉપલબ્ધ છે. કંપની આ ભવિષ્યલક્ષી નિવેદનોને અપડેટ કરવાની અથવા ભવિષ્યની ઘટનાઓ કે વિકાસ સાથે સુસંગત બનાવવાની કોઈ પણ પ્રકારની જવાબદારી સ્વીકારતી નથી.